નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીએ દેશમાં હવે ભયાનક રૂપ લેવાનુ શરૂ કરી દીધુ છે. બુધવારે કોરોના વાયરસના કેસ એક વાર ફરીથી એક લાખનો આંકડો પાર કરી ગયા. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના વાયરસના 1,15,736 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાના 59,856 દર્દી રિકવર થયા છે જ્યારે 630 લોકોના જીવ ગયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો કુલ આંકડો વધીને 1,28,01,785 સુધી પહોંચી ગયો છે. જો કે, આમાંથી 1,17,92,135 દર્દી અત્યાર સુધી રિકવર પણ થઈ ચૂક્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દૈનિક કેસોમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 8,43,473 થઈ ગયા છે. વળી, કોરોના વાયરસ અત્યાર સુધીમાં 1,66,177 લોકોનો જીવ લઈ ચૂક્યુ છે. કોરોનાના નવા જોખમને જોતા આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક સંબંધિત નિયમોનુ અનિવાર્ય રીતે પાલન કરે. આ સાથે જ આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કોરોના વાયરસનુ ટેસ્ટિંગ વધારવાનો પણ અનુરોધ કર્યો છે.
Leave a Reply