આસામ ચૂંટણીઃ ભાજપ ઉમેદવારની ગાડીથી ઈવીએમ મળવા મામલે ECની કાર્યવાહી, four પોલિંગ અધિકારી સસ્પેન્ડ | Assam Elections 2021: four officers of Election Fee droop in EVM present in bjp candidate automobile subject.


India

oi-Manisha Zinzuwadia

|

ગુવાહાટીઃ આસામમાં ગુરુવારે થયેલ બીજા તબક્કાના મતદાન બાદ સત્તારુઢ ભાજપના એક ઉમેદવારની કારથી ઈવીએમ મળવા મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપ ઉમેદવારની કારમાંથી ઈવીએમ મળ્યા બાદ વિપક્ષી કોંગ્રેસ અને એઆઈયુડીએફે આ અંગે આકરો વાંધો દર્શાવ્યો છે. ત્યારબાદ ચૂંટણી પંચે ચાર પોલિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યુ છે કે સમગ્ર ઘટનાની માહિતી લેવામાં આવી છે. ચાર અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. હજુ તપાસ ચાલુ છે અને જે પણ આ મામલે દોષી જણાશે તેની સામે કાર્યવાહી થશે. પંચે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે કોઈ ઈવીએમ સાથે છેડછાડ થઈ નથી અને બધા સુરક્ષિત સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા.

શું છે મામલો

આસામમાં બીજા તબક્કાના મતદાન બાદ ગુરુવારે મોડી રાતે આ મામલો સામે આવ્યો. જ્યારે અમુક લોકોએ દાવો કર્યો કે એક કારમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. આ કાર કરીમગંજ જિલ્લાના પથરકંડી સીટથી ધારાસભ્ય અને ભાજપ ઉમેદવાર કૃષ્ણેન્દુ પૉલની છે. આના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ હોબાળો થઈ ગયો. ત્યારબાદ કોંગ્રેસ અને એસઆઈયુડીએફ જેવા પક્ષોએ આ મામલે સવાલ ઉઠાવ્યા. આસામ કોંગ્રેસના અધ્યક્ષ રિપુન બોરાએ મામલે નિષ્પક્ષ કાર્યવાહી ન થવા પર ચૂંટણીના બાયકૉટ સુધીની વાત કહી. ત્યારબાદ ચૂંટણી પંચે આ મામલે પોલિંગ અધિકારીઓને સસ્પેન્ડ કરીને પોતાનો પક્ષ રાખ્યો છે.

કોંગ્રેસે શું કહ્યુ છે?

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ અંગે કડક વલણ અપનાવ્યુ છે. શુક્રવારે સવારે તેમણે ટ્વિટ કરીને લખ્યુ – ‘ઈવીએમના ચૂંટણી પંચ ઉપરાંત બીજી ગાડીઓમાં જવાના સમાચાર અને વીડિયો ઘણા સમયથી આવી રહ્યા છે. જેમાં અમુક વસ્તુઓ હંમેશા કૉમન હોય છે જેવી કે ઈવીએમ લઈ જતા વાહન સામાન્ય રીતે ભાજપ ઉમેદવારો કે તેમના સહયોગીઓના હોય છે, જો આનો વીડિયો સામે આવી જાય તો તેને દૂર્ઘટના કે ઘટના ગણાવીને ફગાવી દેવામાં આવે છે. વળી, ભાજપ પોતાના મીડિયા તંત્રનો ઉપયોગ એ લોકો પર આરોપ લગાવવા માટે કરે છે જે ઈવીએમવાળા વીડિયો સામે લાવે છે.’

ECની ગાડી પર હુમલા બાદ BJP ઉમેદવારની ગાડીમાં રાખ્યા EVM

પ્રિયંકા ગાંધી

Know all about

પ્રિયંકા ગાંધી

 Source link