આસામમાં ભાજપ ઉમેદવારની ગાડીમાંથી EVM મળવા મામલે ECએ જાહેર કર્યો રિપોર્ટ, જણાવ્યુ શું થયુ હતુ | Assam Elections: EC points factual report on incident EVM present in bjp candidate automobile.


India

oi-Manisha Zinzuwadia

|

ગુવાહાટીઃ ગુરુવારે થયેલ બીજા તબક્કાના મતદાન બાદ આસામમાં એક ભાજપ ધારાસભ્યની કારમાંથી ઈવીએમ મળ્યા બાદ ઉઠી રહેલા સવાલોનો ચૂંટણી પંચે જવાબ આપ્યો છે. પંચે આ મામલે એક ફેક્ચુઅલ રિપોર્ટ જાહેર કર્યો છે. પોતાના આ રિપોર્ટમાં પંચે કહ્યુ છે કે આ મામલે એક પ્રેસિડિંગ અધિકારી સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મામલાની વિશેષ સુપરવાઈઝર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. પંચે રતાબારી વિધાનસભા સીટ પર ઈન્દિરા એમવી સ્કૂલના પોલિંગ બૂથ નંબર 149 પર ફરીથી મતદાન કરાવવાનો પણ નિર્ણય કર્યો છે.

શું કહ્યુ ચૂંટણી પંચે?

પંચે જણાવ્યુ છે કે ઈન્દિરા એમવી સ્કૂલમાં મતદાન બાદ પોલિંગ પાર્ટી પાછી આવી રહી હતી. તેમનીસાથે પોલિસકર્મી અને હોમગાર્ડ પણ હતા. મોડી રાત થઈ ચૂકી હતી અને ભારે વરસાદના કારણે રસ્તા પણ ખરાબ સ્થિતિમાં હતા. પોલિંગ પાર્ટીની ગાડી ખરાબ થઈ ગઈ હતી ત્યારબાદ સુપરવાઈઝિંગ અધિકારીએ એક ગાડીની વ્યવસ્થા કરી. કોઈ રીતે આ ગાડીમાં બેસીને જ્યારે પાર્ટી નીકળી ત્યારે સ્થાનિક લોકોની ભીડે ગાડી રોકી લીધી. ભીડે પોલિંગ પાર્ટીના સભ્યોને સ્થાનિક લોકોએ ગાડીમાંથી પણ ઉતારી લીધા. 50થી વધુ લોકોની ભીડ તરફછી પત્થરબાજી કરવામાં આવી જેમાં કારના કાચ તૂટી ગયા. ભીડનુ કહેવુ હતુ કે ગાડી ભાજપના ધારાસભ્યની છે અને ઈવીએમને ટેંપરિંગ માટે લઈ જવામાં આવી રહ્યા છે.

ઘટનાની સૂચના મળ્યા બાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી. અહીં કરીમગંજ એસપીને ભીડને કાબુ કરવા માટે ખૂબ મહેનત કરવી પડી, તેમણે હવામાં ગોળીઓ પણ ચલાવી. ત્યારબાદ ઈવીએમને સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. ચૂંટણી પંચે કહ્યુ છે કે તપાસમાં બધા ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત જોવા મળ્યા છે તેમના સીલ તૂટ્યા નથી. પંચે જણાવ્યુ કે ઈવીએમ સહિત બીયુ, સીયુ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત જમા કરી દેવામાં આવ્યા હતા. પંચ હાલમાં સમગ્ર મામલાની આગળની તપાસ પણ કરી રહ્યુ છે.

કંગના વીડિયો શેર કરીને બૉલિવુડ અભિનેત્રીઓ પર સાધ્યુ નિશાનSource link