અનિલ દેશમુખ અને વાઝેના ભ્રષ્ટાચાર કનેક્શનની થશે CBI તપાસ, બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો | Bombay HC CBI to begin preliminary inquiry Param Bir Singh Anil Deshmukh


India

oi-Manisha Zinzuwadia

|

મુંબઈઃ પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહના આરોપો બાદ મહારાષ્ટ્રમાં જોરદાર રાજકીય ઘમાસાણ થયુ. પહેલા પરમબીર સુપ્રીમ કોર્ટમાં ગયા પછી ક્યાંથી તેમને હાઈકોર્ટ જવા માટે કહ્યુ. આ દરમિયાન ડૉ. જયશ્રી પાટિલે પરમબીર તરફથી બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેના પર સોમવારે સુનાવણી થઈ. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જો કે હાલમાં તરત જ એફઆઈઆર નોંઘવામાં નહિ આવે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે આ કેસમાં મહારાષ્ટ્ર પોલિસ પાસે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ આરોપ સીધા રાજ્યના ગૃહમંત્રી ઉપર છે એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલિસ પર નિર્ભર ન રહી શકીએ. હાલમાં સીબીઆઈએ આ કેસની પ્રારંભિક તપાસ કરવી જોઈએ જેમાં મુંબઈ પોલિસ અને ગૃહમંત્રી સહયોગ કરે. ત્યારબાદ 15 દિવસની અંદર સીબીઆઈ ડાયરેક્ટર આના માટે રિપોર્ટ ફાઈલ કરશે. જો તેના દેશમુખ સામે કંઈ ઠોસ પુરાવા કે દલીલો મળો તે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે.

વાઝેની ધરપકડથી બગડી સ્થિતિ

વાસ્તવમાં એંટીલિયા કેસમાં પોલિસ અધિકારી સચિવ વાઝેનુ નામ સામે આવવા પર એનઆઈએએ તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલિસના ઘણા અધિકારીઓ પર પણ તપાસની તલવાર લટકી જેના જોઈને સરકારે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ટ્રાન્સફર કરી દીધી. આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમના પર ઘણી ટિપ્પણીઓ કરી. જેનાથી નારાજ પરમબીરે દેશમુખ સામે મોરચો ખોલી દીધો અને મહારાષ્ટ્રના સીમના નામે એક પત્ર લખીને તેને સાર્વજનિક કરી દીધો.

પરમબીરનો આરોપ છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખના હાથ સચિન વાઝે ઉપર છે જેના કારણે તે ગેરકાયદે કામોને અંજામ આપતા હતા. આ ઉપરાંત દેશમુખે તેને મુંબઈના પબ, બાર, રેસ્ટોરન્ટથી 100 કરોડ રૂપિયાની વસૂલીને ટાર્ગેટ આપ્યો હતો. આ માટે વાઝે ઘણી વાર દેશમુખના ઘરે મળવા ગયા. પરમબીરની માંગ હતી કે સીબીઆઈ આ કેસની તપાસ કરે નહિતર દેશમુખ બધા પુરાવા નષ્ટ કરી દેશે. જેના કારણે તે કોર્ટમાં પહોંચ્યા. કોર્ટના ચુકાદા બાદ જયશ્રીએ જણાવ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન કોઈ ગુનો જોવા મળ્યો તો એફઆઈરઆર નોંધવામાં આવશે.

અમે ગુજરાતના ખેડૂતોનો ડર દૂર કરવા આવ્યા છેઃ રાકેશ ટિકેતSource link